શ્રીવલ્લભાષ્ટક

શ્રીમદ્-વૃન્દાવનેન્દુ-પ્રકટિત-રસિકાનન્દ-સન્દોહરૂપ- સ્ફૂર્જદ્-રાસાદિલીલામૃતજલધિભરાક્રાન્ત-સર્વોઽપિ શશ્વત્ ।। તસ્યૈવાત્માનુભાવ-પ્રકટન-હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ્ ભૂમૌ યઃ સન્મનુષ્યાકૃતિરતિ-કરુણસ્તં પ્રપદ્યે હુતાશમ્ ।।૧।।   નાવિર્ભૂયાદ્ ભવાંશ્ચેદધિ-ધરણિ-તલં ભૂતનાથોદિતાસન્ માર્ગધ્વાન્તાન્ધતુલ્યા નિગમપથગતૌ દેવસર્ગેઽપિ જાતાઃ ।। ઘોષાધીશં તદેમે કથમપિ મનુજાઃ પ્રાપ્નુયુર્નૈવ દૈવી સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયાન્નિજ-ફલ-રહિતા દેવ વૈશ્વાનરૈષા ।।૨।।   નહ્યન્યો વાગધીશાચ્છ્રુતિગણવચસાં ભાવમાજ્ઞાતુમીષ્ટે યસ્માત્ સાધ્વી સ્વભાવં પ્રકટયતિ વધૂરગ્રતઃ પત્યુરેવ ।। તસ્માચ્છ્રીવલ્લભાખ્ય ત્વદુદિતવચનાદન્યથા રૂપયન્તિ ભ્રાન્તા યે તે નિસર્ગત્રિદશરિપુતયા કેવલાન્ધન્તમોગાઃ ।।૩।।   પ્રાદુર્ભૂતેન…

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્ર (શ્રીસપ્તશ્લોકી)

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્રમાં શ્રીગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં ધર્મીસ્વરૂપનું વર્ણન અને ત્યારપછીના શ્લોકોમાં શ્રીવલ્લભના છ ગુણ – ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. (છંદ-શિખરિણી) સ્ફુરત-કૃષ્ણ-પ્રેમામૃત-રસ-ભરેણાતિ-ભરિતા, વિહારાન્ કુર્વાણા વ્રજપતિ-વિહારાબ્ધિષુ સદા । પ્રિયા ગોપીભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ, પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિઃ સકરુણા ।।૧।। (છંદ-આર્યા) શ્રીભાગવત–પ્રતિપદ–મણિવર–ભાવાંશુ–ભૂષિતા મૂર્તિઃ । શ્રીવલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસસ્યસૌભાગ્યમ્ ।।૨।। (છંદ-શાર્દૂલવિક્રીડિત)…

શ્રીહરિરાયજી કૃત પ્રાતઃ સ્મરણમ્

(છંદ – વંસતતિલકા) પ્રાતઃ સ્મરેદ્ ભગવતો વર વિઠ્ઠલસ્ય, પાદાર વિંદ-યુગલં સકલાર્થસિદ્​ધ્યૈ । યો વૈ વિતર્ક-તમસા પિહિતં સ્વભક્તં, પ્રીતઃશમા દિવ-પુરોદિત-તિગ્મ રશ્મિઃ ।।૧।। પ્રાતઃ સ્મરેન્, નમન-નિર્વૃતિદં મુરારેઃ, પૂર્ણાવતાર-વર વિઠ્ઠલ પાદ પદ્મમ્ । માયા વિકૃત્ય-ગહનં ગત બંધુ લોકે, યો વૈ સ્વમાર્ગ-મનયત્ કૃપયા પ્રપન્નમ્ ।।૨।। પ્રાતર્ભજે-દમલ મૂર્તિ મનંત શકતેઃ, શ્રીવિઠ્ઠલસ્ય જન તાપ-હરસ્ય નિત્યમ્ । યો વૈ જનસ્ય શતજન્મ-કૃતા પરાધં,…

શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્

।। શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Girirajdharyastakam.mp3|titles=Girirajdharyastakam] (સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ) સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા. ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી । કુમારતાનન્દિતઘોષનારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।। ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાલલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો પ્રચાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૧) વ્રજાંગનાવૃંદસદાવિહારી, અંગૈર્ગુહાગારતમોપહારી । ક્રીડારસાવેશતમોડભિસારી,…

મધુરાષ્ટકમ્

।। મધુરાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી (છંદઃ તોટક) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Adharam-Madhuram_Rupa-Gandhi.mp3|titles=Adharam Madhuram_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Madhurastakam.mp3|titles=Madhurastakam] (સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ) સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા. અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ । હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૧।। હોઠ મધુર છે. મુખ મધુર છે. આંખ મધુર છે. હાસ્ય મધુર છે.…

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્ રચના – શ્રીહરિરાયજી છંદ – અનુષ્ટુપ નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ । ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।। નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧) ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ । કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।। ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત…

શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ

શ્રીહરિરાયજી વિરચિત શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ કૃષ્ણાં કૃષ્ણસમાં કૃષ્ણરૂપાં કૃષ્ણરસાત્મિકામ્ । કૃષ્ણલીલામૃતજલાં કૃષ્ણસંબંધકારિણામ્ ।।૧।। શ્યામ-સ્વરૂપા, શ્રીકૃષ્ણ સમાન ગુણોવાળાં, શ્રીકૃષ્ણ સમાન રૂપવાળાં, શ્રીકૃષ્ણરૂપી રસથી ભરેલાં, શ્રીકૃષ્ણે જ્યાં લીલા કરી છે, તે અમૃતજળથી ભરેલાં, શ્રીકૃષ્ણ સાથે સંબંધ કરાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૧) કૃષ્ણપ્રિયાં કૃષ્ણમુખ્ય – રસસંગમદાયિનીમ્ । કૃષ્ણક્રીડાશ્રયાં કૃષ્ણ – પદવીપ્રાપિકામપિ ।।૨।। શ્રીકૃષ્ણનાં પ્રિયા, શ્રીકૃષ્ણના મુખ્ય રસનો ભક્તોને…

શ્રીગુરુદેવાષ્ટકમ્

શ્રીગુરુદેવાષ્ટકમ્ પુષ્ટિમાર્ગીયસર્વજ્ઞઃ કરુણારસપુરિતઃ । શ્રેષ્ઠઃ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રીગુરૂવે નમઃ ।।૧।। પુષ્ટિમાર્ગના સંપૂર્ણ રહસ્યને જાણનારા, કરુણારસથી પૂર્ણ, સર્વોત્તમ ફળનું દાન કરનાર શ્રીગુરુદેવને નમસ્કાર. (૧) દૈવીજીવસમુદ્ધર્તા આનંદમયવિગ્રહઃ । ધ્યેયોસિ મે સદા સ્વામિન રસિકૈકશિરોમણિઃ ।।૨।। દૈવી જીવોનો ઉદ્ધાર કરનાર, આનંદમય શ્રીઅંગવાળા હે સ્વામી! રસિક –ભગવદ્ રસના અનુભવીઓમાં આપ શિરોમણી છો. આપ સદા મારે ધ્યાન કરવા યોગ્ય છો.…

શ્રીયમુનાષ્ટકમ્

।। શ્રીયમુનાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/YAMUNA-Lata2.mp3|titles=YAMUNA-Lata2] (સ્વરઃ લતા મંગેશકર, રાગ-કલ્યાણ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamunaashtakam-1-1.mp3|titles=Yamunaashtakam-1] (સ્વરઃ માયા દિપક, રાગ-ભૈરવી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamuna2.mp3|titles=Yamuna2] (સ્વરઃ માયા દિપક, રાગ-કલ્યાણ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/09/Yamunashtak_Rupa-Gandhi.mp3|titles=Yamunashtak_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) ————————————————————————————— શ્રીમહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં સં.૧૫૪૮માં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામઘાટ ઉપર મુકામ કર્યો, ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રીયમુનાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શ્રીયમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ…

શ્રીમહાપ્રભુજીનું ધ્યાન

(છંદઃ શાર્દૂલવિક્રીડીત) સૌન્દર્યં નિજહૃદ્​ગતં પ્રકટિતં, સ્ત્રીગૂઢભાવાત્મકં પુંરૂપં ચ પુનસ્તદન્તરગતં, પ્રાવીવિશત્ સ્વપ્રિયે । સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ, કૃષ્ણો હિ યત્સાક્ષિકં રૂપં તત્ ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભમ્ ।। ભાવાર્થઃ શ્રીઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતાં શ્રીસ્વામિનીજીના સ્ત્રીગૂઢભાવાત્મક સૌન્દર્યસ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રીસ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રીઠાકોરજીનું પુંભાવાત્મક સૌન્દર્યસ્વરૂપ પણ પ્રકટ થયું. આમ, બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારનાં સૌંદર્યસ્વરૂપોને શ્રીઠાકોરજીએ…