હિંડોળાનું પદ – હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ

હિંડોળાનું પદ

(રાગ-મલ્હાર)

હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ ।

સંગ ઝૂલત વૃષભાન નંદિની, બોલત બચન રસાલ ।।૧।।

પિય સિર પાગ કસુંબી સોભિત, તિલક બિરાજત ભાલ ।

પ્યારી પહેરે કસુંબી ચોલી, ચંચલ નયન બિસાલ ।।૨।।

તાલ મૃદંગ બાજે બહુ બાજત, આનંદ ઉર ન સમાત ।

શ્રીવલ્લભ પદ રજ પ્રતાપ તેં, નિરખ ‘રસિક’ બલ જાત ।।૩।।

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૮)

મધુર અંગ આભૂષન ભૂષિત, મધુર ઉર સ્થલ રૂપ સમાજ । અતિ વિસાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ॥૫॥ મધુર ઉદર, કટિ મધુર, જાનુ યુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ । મધુર ચરન કી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ॥૬॥ હવે પાંચમી અને છઠ્ઠી કડીમાં શ્રીવલ્લભના શેષ શ્રીઅંગની માધુરી શ્રીહરિરાયજી વર્ણવે છે. ‘મધુર અંગ…

શ્રીહરિરાયજી કૃત પ્રાતઃ સ્મરણમ્

(છંદ – વંસતતિલકા) પ્રાતઃ સ્મરેદ્ ભગવતો વર વિઠ્ઠલસ્ય, પાદાર વિંદ-યુગલં સકલાર્થસિદ્​ધ્યૈ । યો વૈ વિતર્ક-તમસા પિહિતં સ્વભક્તં, પ્રીતઃશમા દિવ-પુરોદિત-તિગ્મ રશ્મિઃ ।।૧।। પ્રાતઃ સ્મરેન્, નમન-નિર્વૃતિદં મુરારેઃ, પૂર્ણાવતાર-વર વિઠ્ઠલ પાદ પદ્મમ્ । માયા વિકૃત્ય-ગહનં ગત બંધુ લોકે, યો વૈ સ્વમાર્ગ-મનયત્ કૃપયા પ્રપન્નમ્ ।।૨।। પ્રાતર્ભજે-દમલ મૂર્તિ મનંત શકતેઃ, શ્રીવિઠ્ઠલસ્ય જન તાપ-હરસ્ય નિત્યમ્ । યો વૈ જનસ્ય શતજન્મ-કૃતા પરાધં,…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૭)

મધુર કટાક્ષ કૃપારસપૂરન, મધુર મનોહર બચન બિલાસ । મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।। હવે આ ચોથી કડીમાં શ્રીવલ્લભના મધુર મુખારવિંદની ચાર મધુર લીલાઓ વર્ણવે છે. ૧. ‘મધુર કટાક્ષ કૃપારસપૂરન.’ આપ નેત્રોથી ભક્તો પ્રત્યે મધુર, પૂર્ણ કૃપારસકટાક્ષ કરી રહ્યાં છે. કૃપારસનું સીંચન કરવું એ આપનો મુખ્ય ગુણ છે – સ્વભાવ છે.…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૬)

અધર મઘુર રસ રૂપ મધુર, છબિ મધુર દોઉ લલિત કપોલ । મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।। અતિમધુર નાસિકાની  નીચે છે ‘અધર મધુર, રસરૂપ મધુર’. જેને ધારણ કરી શકાય નહી, સંઘરી શકાય નહી, તે અધર. આ અધર પર સદા બિરાજમાન છે ભગવદ્ ભોગ્યા સુધા. આ અધરોની મહોદારતા એમાં છે કે અતિ…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૫)

(લેખાંક : ૫) મધુર ભાલ અરુ તિલક મધુર, અતિ મધુર નાસિકા કહી ન જાત. શ્રીવલ્લભના ‘મધુર ભ્રોંહયુગ’ અને ‘મધુર અલકનકી પાંત’ની વચ્ચે ‘મધુર ભાલ અરુ તિલક મધુર’ શોભે છે. ભાલની મધુરતા એની વિશાળતા અને તેજસ્વીતાથી હોય છે. શ્રીવલ્લભનું લલાટ વિશાળ અને તેજસ્વી છે. ભાલ મગજનું બાહ્ય આવરણ છે. મગજ બુદ્ધિનું સ્થાન છે. શ્રીવલ્લભની જ્ઞાન પ્રતિભા,…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૪)

(લેખાંક : ૪) મધુર બચન ઔર નયન મધુર ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત ।   અત્યાર સુધીમાં આપણે આ કીર્તનની પહેલી કડીનું રસપાન કર્યું. હવે શરૂ થાય છે બીજી કડી. પ્રારંભમાં કહે છે : “મધુર બચન”. દર્શન પૂર્વે વચનામૃતનું શ્રવણ થયું છે. શ્રીવલ્લભની વાણી સુ-મઘુર છે. જે વાણીમાં કોમળતા, ઓજસ્વિતા, પ્રસન્નતા અને મીઠાશ હોય તે…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૩)

(૩) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસો મન યહ જીવનધન, સબહીન સોં જુ કહત હૌં ટેરે । શ્રીહરિરાયજી પ્રભુચરણે આ કીર્તનની પ્રથમ પંક્તિમાં શ્રીવલ્લભ-નામ અને શ્રીવલ્લભ-સ્વરૂપની મધુરતાનો પરિચય આપણને કરાવ્યો. પોતાના આવા મધુરાકૃતિ શ્રીવલ્લભને, શ્રીહરિરાયજી હવે બીજી પંક્તિમાં ‘જીવનધન’ કહે છે. જીવન અને ધન વિશેના દૃષ્ટિકોણ શાસ્ત્રતત્વ અને મર્મજ્ઞોના પણ એક નથી, ત્યાં આપણી સામે…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૨)

(૨) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨)…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૧)

રચના : શ્રીહરિરાયજી ભાવાર્થ : શ્રી રમેશભાઈ પરીખ (રાગ-બિહાગ) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસોમન યહ જીવનધન, સબહીનસૌં જુ કહત હૈં ટેરે ।।૧।। મઘુર વદન અતિ મઘુર નયન, ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત । મધુર ભાલ અરુ તિલક મઘુર, અતિ મધુર નાસિકા કહી ન જાત ।।૨।। મધુર અધર રસરૂપ  મધુર  છબિ, મધુર અતિ લલિત કપોલ…