શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૨)

(૨) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨)…