શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્ર (શ્રીસપ્તશ્લોકી)
શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્રમાં શ્રીગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં ધર્મીસ્વરૂપનું વર્ણન અને ત્યારપછીના શ્લોકોમાં શ્રીવલ્લભના છ ગુણ – ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. (છંદ-શિખરિણી) સ્ફુરત-કૃષ્ણ-પ્રેમામૃત-રસ-ભરેણાતિ-ભરિતા, વિહારાન્ કુર્વાણા વ્રજપતિ-વિહારાબ્ધિષુ સદા । પ્રિયા ગોપીભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ, પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિઃ સકરુણા ।।૧।। (છંદ-આર્યા) શ્રીભાગવત–પ્રતિપદ–મણિવર–ભાવાંશુ–ભૂષિતા મૂર્તિઃ । શ્રીવલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસસ્યસૌભાગ્યમ્ ।।૨।। (છંદ-શાર્દૂલવિક્રીડિત)…