શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્

।। શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Girirajdharyastakam.mp3|titles=Girirajdharyastakam] (સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ) સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા. ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી । કુમારતાનન્દિતઘોષનારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।। ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાલલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો પ્રચાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૧) વ્રજાંગનાવૃંદસદાવિહારી, અંગૈર્ગુહાગારતમોપહારી । ક્રીડારસાવેશતમોડભિસારી,…

પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો?

પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો? એક પરમાત્માને પામવા માટે એક જ ધર્મ કેમ ના બતાવ્યો? જગતની રચના કરવાનો પરમાત્માનો મૂળ હેતુ તેમના આનંદ માટે ક્રિડા કરવાનો છે. ક્રિડાનો આનંદ ત્યારે જ મળે, જ્યારે ક્રિડામાં વૈવિધ્ય હોય. એકનું એક ભોજન કે પહેરવેશ આપણને કાયમ ગમતાં નથી; તેનાથી કંટાળો…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૭)

મધુર કટાક્ષ કૃપારસપૂરન, મધુર મનોહર બચન બિલાસ । મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।। હવે આ ચોથી કડીમાં શ્રીવલ્લભના મધુર મુખારવિંદની ચાર મધુર લીલાઓ વર્ણવે છે. ૧. ‘મધુર કટાક્ષ કૃપારસપૂરન.’ આપ નેત્રોથી ભક્તો પ્રત્યે મધુર, પૂર્ણ કૃપારસકટાક્ષ કરી રહ્યાં છે. કૃપારસનું સીંચન કરવું એ આપનો મુખ્ય ગુણ છે – સ્વભાવ છે.…

મધુરાષ્ટકમ્

।। મધુરાષ્ટકમ્ ।। રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી (છંદઃ તોટક) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Adharam-Madhuram_Rupa-Gandhi.mp3|titles=Adharam Madhuram_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Madhurastakam.mp3|titles=Madhurastakam] (સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ) સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા. અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ । હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૧।। હોઠ મધુર છે. મુખ મધુર છે. આંખ મધુર છે. હાસ્ય મધુર છે.…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૬)

અધર મઘુર રસ રૂપ મધુર, છબિ મધુર દોઉ લલિત કપોલ । મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।। અતિમધુર નાસિકાની  નીચે છે ‘અધર મધુર, રસરૂપ મધુર’. જેને ધારણ કરી શકાય નહી, સંઘરી શકાય નહી, તે અધર. આ અધર પર સદા બિરાજમાન છે ભગવદ્ ભોગ્યા સુધા. આ અધરોની મહોદારતા એમાં છે કે અતિ…

ધર્મ’ શબ્દનો અર્થ શો છે?

ભાષામાં શબ્દના અર્થ બે રીતે નક્કી થાય છે : (૧) યોગાર્થથી અને (૨) રૂઢાર્થથી. સંસ્કૃત ભાષામાં ક્રિયાવાચક ધાતુ પરથી મોટા ભાગના શબ્દો બને છે. અથવા મૂળ શબ્દોને પ્રત્યયો લાગવાથી નવા શબ્દો બને છે. ધાતુ અથવા પ્રત્યયનો જે અર્થ થતો હોય, તેના આધારે શબ્દનો અર્થ બને છે. આમ, નવો શબ્દ ધાતુ કે પ્રત્યયના જોડાણથી બને છે.…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૫)

(લેખાંક : ૫) મધુર ભાલ અરુ તિલક મધુર, અતિ મધુર નાસિકા કહી ન જાત. શ્રીવલ્લભના ‘મધુર ભ્રોંહયુગ’ અને ‘મધુર અલકનકી પાંત’ની વચ્ચે ‘મધુર ભાલ અરુ તિલક મધુર’ શોભે છે. ભાલની મધુરતા એની વિશાળતા અને તેજસ્વીતાથી હોય છે. શ્રીવલ્લભનું લલાટ વિશાળ અને તેજસ્વી છે. ભાલ મગજનું બાહ્ય આવરણ છે. મગજ બુદ્ધિનું સ્થાન છે. શ્રીવલ્લભની જ્ઞાન પ્રતિભા,…