આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં
આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં, શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦ ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી, નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦ નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી, શ્રીવલ્લભ મુખ જોઈ હરખાયા. વધામણાં રે૦ ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો, નાચતાં ગોપ ગોપી આવ્યાં. વધામણાં રે૦ ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં, ગુલાલને પુષ્પો …