વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૮)

આ ચોથો તબક્કો શ્રીસ્વામિનીજીની સેવાનો છે. અને સ્વામિનીજી પોતાની સાથે અષ્ટસખીઓને પધરાવે છે. એમાં પણ છેલ્લા પાંચ કે છ દિવસ તો સઘન ખેલના છે. કુંજ એકાદશીથી શરૂ થઈને ડોલોત્સવ સુધી. અને આ ખેલ હોરીલીલાનો ખેલ કહેવામાં આવે છે. પહેલો વસંતલીલાનો ખેલ, બીજો ધમારનો ખેલ, ત્રીજો ફાગનોખેલ અને ચોથો હોરીનો ખેલ. પહેલો નંદભવનમાં હતો. બીજો પોરીનો…