શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૪)

(લેખાંક : ૪) મધુર બચન ઔર નયન મધુર ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત ।   અત્યાર સુધીમાં આપણે આ કીર્તનની પહેલી કડીનું રસપાન કર્યું. હવે શરૂ થાય છે બીજી કડી. પ્રારંભમાં કહે છે : “મધુર બચન”. દર્શન પૂર્વે વચનામૃતનું શ્રવણ થયું છે. શ્રીવલ્લભની વાણી સુ-મઘુર છે. જે વાણીમાં કોમળતા, ઓજસ્વિતા, પ્રસન્નતા અને મીઠાશ હોય તે…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૩)

(૩) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । સદા બસો મન યહ જીવનધન, સબહીન સોં જુ કહત હૌં ટેરે । શ્રીહરિરાયજી પ્રભુચરણે આ કીર્તનની પ્રથમ પંક્તિમાં શ્રીવલ્લભ-નામ અને શ્રીવલ્લભ-સ્વરૂપની મધુરતાનો પરિચય આપણને કરાવ્યો. પોતાના આવા મધુરાકૃતિ શ્રીવલ્લભને, શ્રીહરિરાયજી હવે બીજી પંક્તિમાં ‘જીવનધન’ કહે છે. જીવન અને ધન વિશેના દૃષ્ટિકોણ શાસ્ત્રતત્વ અને મર્મજ્ઞોના પણ એક નથી, ત્યાં આપણી સામે…

સ્નાનયાત્રા-જ્યેષ્ઠાભિષેક

આજે મંગલાઆરતી પછી પ્રભુને રજની અધિવાસિત શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે. સ્નાન સમયે કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણો ધરાય છે. સ્નાન થતાં દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખૂલ્યા પછી તિલક-અક્ષત થાય છે. તુલસી સમર્પણ થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યારપછી શંખથી સ્નાન કરાવાય છે. સ્નાન થાય ત્યારે પુરુષસૂક્ત બોલાય છે. શંખનાદ, ઝાલર, ઘંટા…

શ્રીયમુનાષ્ટપદી

શ્રીયમુનાષ્ટપદી (રચનાઃ શ્રીગુસાંઈજી) (રાગ – બિલાવલ) નમો દેવિ યમુને નમો દેવિ યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ્ । નિજનાથ માર્ગ-દાયિની કુમારી કામ-પૂરિકે કુરૂ ભક્તિરાયમ્ ।।ધ્રુવ।। મધુપકુલ-કલિત કમલાવલિ-વ્યાપદેશ ધારિત શ્રીકૃષ્ણયુત ભક્ત હૃદયે । સતત-મતિ-શયિત હરિ-ભાવના-જાત-તત્સારૂપ્ય ગદિત હૃદયે ।।૧।। નિજ-કૂલ-ભવ વિવિધ-તરુ-કુસુમ-યુત નીર શોભયા વિલસ-દલિ વૃંદે । સ્મારયસિ ગોપીવૃંદ-પૂજિત-સરસ-મીશવ પુરાનંદ કંદે ।।૨।। ઉપરિચલ-દમલ-કમલા-રુણદ્યુતિ-રેણુ પરિમિલિત જલભરેણામુના । બ્રજયુવતિ કુચ કુંભ કુંકુંમા…

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૨)

(૨) શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે । શ્રીવલ્લભનામની મધુરતા વિશે આપણે જોયું. હવે શ્રીવલ્લભ સ્વરૂપની મધુરતાનું શ્રીહરિરાયચરણે કરેલું વર્ણન જોઇશું. શ્રીહરિરાયજી કહે છે: ‘શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે.’ શ્રીવલ્લભ ‘મધુરાકૃતિ’ છે. મધુરાકૃતિ શબ્દની સંઘિ બે રીતે છૂટી પડે છે. (૧) મધુર + આકૃતિ (૨) મઘુરા + આકૃતિ. આ શબ્દનો સમાસ છૂટો પાડીએ તો (૧) મધુર છે આકૃતિ જેમની (૨)…

ગંગાદશમી – ગંગા દશહરા

આજે જેઠ સુદ દસમ. આજે શ્રીયમુનાજીનો તથા શ્રીગંગાજીનો ઉત્સવ મનાય છે. શ્રીયમુનાજીએ કૃપા કરી પોતાની બહેન ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જલવિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દશમના દિવસે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યાં અને દશે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી તેમની પ્રભુ મિલનની ઝંખના શ્રીયમુનાજી દ્વારા પૂર્ણ થઈ…