શ્રીગુરુદેવાષ્ટકમ્
શ્રીગુરુદેવાષ્ટકમ્ પુષ્ટિમાર્ગીયસર્વજ્ઞઃ કરુણારસપુરિતઃ । શ્રેષ્ઠઃ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રીગુરૂવે નમઃ ।।૧।। પુષ્ટિમાર્ગના સંપૂર્ણ રહસ્યને જાણનારા, કરુણારસથી પૂર્ણ, સર્વોત્તમ ફળનું દાન કરનાર શ્રીગુરુદેવને નમસ્કાર. (૧) દૈવીજીવસમુદ્ધર્તા આનંદમયવિગ્રહઃ । ધ્યેયોસિ મે સદા સ્વામિન રસિકૈકશિરોમણિઃ ।।૨।। દૈવી જીવોનો ઉદ્ધાર કરનાર, આનંદમય શ્રીઅંગવાળા હે સ્વામી! રસિક –ભગવદ્ રસના અનુભવીઓમાં આપ શિરોમણી છો. આપ સદા મારે ધ્યાન કરવા યોગ્ય છો.…