શ્રીનાથજીનું વદનકમળ

શ્રીનાથજીનું વદનકમળ (રચનાઃ ભક્તકવિ દયારામ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shri-Nathji-Nu-Vadankamal_Rupa-Gandhi.mp3|titles=Shri Nathji Nu Vadankamal_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) જેણે એકવાર શ્રીનાથજીનું વદનકમળ જોયું. મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે, જન્મ મરણ દુઃખ ખોયું….જેણે૦ કોટિ કલ્પનું મેલું થયેલું મન, એક પલકમાં ધોયું….જેણે૦ મેવાડ દેશમાં બિરાજે મારો વહાલમો, શેષ શંકરે ચિત્ત પ્રોયું….જેણે૦ કમળ ચોક રતન ચોક જગમોહન જોયું, રળ્યો એક બાકી સર્વે…