શ્યામ રંગ સમીપે ન જાવું
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shyam-Rang-Samipe_Rupa-Gandhi.mp3|titles=Shyam Rang Samipe_Rupa Gandhi] (રચનાઃ ભક્તકવિ દયારામ) (સ્વરઃ રૂપા ગાંધી) શ્યામ રંગ સમીપે ન જાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું… મારે૦ કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું… મારે૦ નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમુનાના નીરમાં ન નહાવું……