પવિત્રા બારસ
પવિત્રા બારસ સમર્પણ ધોળ આજનો દિવસ મારે અતિ મંગલકારીજી શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી. સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી. ચિત્તમાં ચિંતા તણો નહિ પારજી. જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી. પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી. આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી. તે જીવનો અમે કરીશું અંગીકાર કદી નહિ ત્યજીએ…