શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે
(રાગઃ સારંગ) શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે, નખ સિખ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન-સંપત્તિ અંગ અંગે. (૧) ચટક-મટક ગિરિધર જુકી નાંઈ, એન મેન વ્રજરાજ ઉછંગે. ‘પદ્મનાભ’ દેખે બની આવે, સુધ રહી રાસરસાલભ્રૂભંગે. (૨) ભાવાર્થઃ શ્રીપદ્મનાભદાસજીને મધ્યાહ્ન સમયે શ્રીવલ્લભના અલૌકિક સ્વરૂપનાં દર્શન થાય છે. મેઘશ્યામ શ્રીવલ્લભ અનુરાગના રક્તરંગથી-લીલારસરંગથી ગુલાબી કમળની કાંતિ જેવો શોભે છે. આપે નખથી શિખા…