શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી
(રસાસ્વાદઃ શ્રી રમેશભાઈ પરીખ, મહેસાણા) શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી, હૃદય-પુલિન અંતઃ બંસીબટ;રોમ કદંબ કી છાઁહી. (૧) અનન્યતા અંબર, ભાવ-ભૂષણ,વિપ્રયોગ કી ગલબાંહી;સર્વાત્મ કી શિશ બેની સોહે,પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી. (૨) મત્તમયૂર નાચે મન મધુર,દેખી રૂપ ભર્યો ઠાંહી;લે ચલ સખીરી વે વૃંદાવન,શ્રીવલ્લભચરણ સરોવર જાઁહી. (૩) “વલ્લભ” એટલે વહાલા. “શ્રી”ના તો અનેક અર્થ. શ્રીસ્વામિનીજી, વ્રજભક્તો, શ્રીઠાકોરજી –…