Description
મૂલપુરુષ શ્રીદ્વારકેશજી મહારાજ વિરચિત ૨૨ કડીનું બૃહદ કાવ્ય છે. આ કાવ્ય તેમજ કાવ્યનું સચિત્ર ગુજરાતી વિવરણ આ પુસ્તકમાં પ્રકાશિત છે.
આ કાવ્યમાં શ્રીવલ્લભના પૂર્વપુરુષોનો પરિચય, સો સોમયજ્ઞો, શ્રીવલ્લભનું પ્રાકટ્ય, આપશ્રીનો વિદ્યાભ્યાસ, વિદ્યાનગરની સભામાં થયેલો વિજય અને કનકાભિષેક, પંઢરપુરમાં થયેલી લગ્ન માટેની આજ્ઞા, ગોકુળમાં શ્રીયમુનાજીનાં સાક્ષાત્ દર્શન, શ્રીઠાકોરજીએ કરેલી બ્રહ્મસંબંધની આજ્ઞા, માયાવાદનું ખંડન અને બ્રહ્મવાદનું સ્થાપન, આપશ્રીની ભારત પરિક્રમાઓ, લગ્ન, શ્રીગોવર્ધનધર પ્રભુને પાટ પધરાવી શરૂ કરેલો સેવા-પ્રકાર, આપશ્રીનો પરિવાર, શ્રીગુસાંઈજીનો પરિવાર વગેરેની ખૂબ સુંદર રજૂઆત થયેલી છે. દરેક પ્રસંગના અને કાવ્યની દરેક કડીના સુંદર ભાવવાહી ચિત્રજી દ્વારા વાચકો આ પ્રસંગોને સારી રીતે સમજી શકશે.
વિવરણ – શ્રીમતી વસંતબેન રમેશભાઈ પરીખ
Reviews
There are no reviews yet.