સ્નાનયાત્રા-જ્યેષ્ઠાભિષેક

આજે મંગલાઆરતી પછી પ્રભુને રજની અધિવાસિત શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે. સ્નાન સમયે કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણો ધરાય છે. સ્નાન થતાં દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખૂલ્યા પછી તિલક-અક્ષત થાય છે. તુલસી સમર્પણ થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યારપછી શંખથી સ્નાન કરાવાય છે. સ્નાન થાય ત્યારે પુરુષસૂક્ત બોલાય છે. શંખનાદ, ઝાલર, ઘંટા…

ગંગાદશમી – ગંગા દશહરા

આજે જેઠ સુદ દસમ. આજે શ્રીયમુનાજીનો તથા શ્રીગંગાજીનો ઉત્સવ મનાય છે. શ્રીયમુનાજીએ કૃપા કરી પોતાની બહેન ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જલવિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દશમના દિવસે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યાં અને દશે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી તેમની પ્રભુ મિલનની ઝંખના શ્રીયમુનાજી દ્વારા પૂર્ણ થઈ…

શ્રી દામોદરદાસ હરસાનીજી

શ્રી દામોદરદાસ હરસાનીજી પુષ્ટિ સૃષ્ટિ અગ્રેશ શ્રી દામોદરદાસ હરસાનીજીનો આજે પ્રાગટ્ય દિવસ છે. જેમને શ્રીવલ્લભે સૌ પ્રથમ બ્રહ્મસંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં શ્રીવલ્લભે પુષ્ટિમાર્ગનો સકળ સિદ્ધાંત સ્થાપિત કર્યો તેવા શ્રી દામોદરદાસને શ્રીવલ્લભ આજ્ઞા કરતાઃ “દમલા, યહ માર્ગ તેરે લેયે પ્રકટ કિયો હૈ.” અને દામોદરદાસજી માટે પ્રકટ થયેલા આ કૃપામાર્ગમાં તેમના દ્વારા અનેક જીવોનો અંગીકાર થયો.…

શ્રીવિઠ્ઠલ વંદના

શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર, ચઢી કાગદકી નાવ પર, કહો કો ઉતર્યો પાર. ભવસાગર કે તરનકી, બડી અટપટી ચાલ, શ્રીવિઠ્ઠલેશ પ્રતાપબળ, ઉતરત હે તત્કાલ. મીન રહત જલ આસરે, નિકસત હી મર જાય, ત્યોં શ્રી વિઠ્ઠલનાથ કે ચરણકમલ ચિત્ત લાય. (શ્રીવલ્લભસાખી) (રચનાઃ શ્રીહરિરાયજી) શ્રીવલ્લભ રાજકુમાર શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ વગર આ સંસાર મિથ્યા છે. શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલના નામરૂપી…

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી ! ​ (૧) ભગવતિ જીવૈર્નમનમેવ ક્રતવ્યં, નાધિકં શક્યમિતિ સિદ્ધાન્તઃ । પ્રભુની સમીપ જીવે નમન જ કરવું જોઈએ, કારણ કે તેથી અધિક કંઈ જ શક્ય નથી. ​ (૨) અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિઃ । આપણાથી ન બની શકે તેવી અથવા બની શકે તેવી સર્વ બાબતોમાં પણ માત્ર…

ચિત્તની વૃત્તિ

શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ ‘વૈષ્ણવો,  તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો, તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો; પરંતુ તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખો.’ આ આજ્ઞા સમજાવવા માટે રસખાનજી એક સુંદર દૃષ્ટાંત આપે છેઃ ‘રસખાન ગોવિંદકો યોં ભજીયે, જૈસે નાગરીકો ચિત્ત…