કલેઉનું પદ
(ભક્ત કવિ શ્રીપરમાનંદદાસજી)
(રાગ-બિભાસ)
ગોવિંદ માગત હૈ દધિરોટી
માખન સહિત દેરી મેરી જનની શુભ સુકોમલ મોટી ।। ૧ ।।
જો કછુ માંગો સો દેહુ મોહન કાહેકો આંગન લોટી ।।
કર ગ્રહી ઉછંગ લેત મહનારી હાથ ફિરાવત ચોટી ।। ૨ ।।
મદનગોપાલ શ્યામઘન સુંદર છાંડો યહ મતિ ખોટી ।।
‘પરમાનંદદાસ’ કો ઠાકુર હાથ લકુટિયા છોટી ।। ૩ ।।
ભાવાર્થઃ પરમાનંદદાસજી કહે છેઃ ‘શ્રીગોવિંદપ્રભુ જાગીન કલેઉ કરવા માટે માતા પાસે દહીં અને રોટી માગે છે.’ તેઓ કહે છેઃ ‘હે મૈયા, મને ઉજ્જવળ અને સુકોમળ એવી મોટી રોટી માખણ સાથે આપો.’
માતાને આપતાં વાર લાગે છે, ત્યારે પ્રભુ આંગણામાં રડતાં આળોટે છે. માતા તેમને સમજાવતાં કહે છેઃ ‘હે લાલ, તમે જે માગો તે બધું હું આપીશ, પરંતુ તમે આમ આંગણામાં કેમ લોટો છો ?’ માતા પ્રભુનો હસ્ત પકડી, પોતાના ખોળામાં (ઉછંગ) લઇ, તેમના વાળમાં હાથ ફેરવતાં વહાલથી શિખામણ આપે છેઃ ‘હે શ્યામઘન મદનગોપાલ, તમે તો હવે હાથમાં નાની લકુટી લઇ ગૌચારણ માટે પધારો છો, ત્યારે આમ રડો તે તમને ન શોભે.’