ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?
ડોલ એટલે પત્ર-પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં શ્રીપ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને નૂતન વસ્ત્ર, શૃંગાર, સામગ્રી વગેરે અંગીકાર થાય છે. પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સાથે અને વ્રજભક્તો પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. કેસૂડો અને વિવિધ રંગોથી ખેલે છે. અને ખેલાવે…