વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૭)
તબક્કાવાર આપણે દર્શન કરી રહ્યાં છીએ. પહેલો વસંતનો તબક્કો હતો. બીજો ધમારનો તબક્કો હતો અને આ ત્રીજો જે તબક્કો છે એ છે ફાગનો તબક્કો. ફાગની અંદર હોળી એ રીતે રમાય છે કે બધા ટોળીઓમાં ઘરમાંથી બહાર નીકળે. ઉછળતા, કૂદતા, નાચતા, ગાતા, બજાવતા, પોતપોતાની મંડળીઓમાં નીકળે. અત્યાર સુધી સિંગપોરીમાં (સિંહપોળમાં) હતા. હવે સિંગપોરીમાંથી ગલીઓમાં જાય છે.…