ચિત્તની વૃત્તિ

શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ ‘વૈષ્ણવો,  તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો, તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો; પરંતુ તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખો.’ આ આજ્ઞા સમજાવવા માટે રસખાનજી એક સુંદર દૃષ્ટાંત આપે છેઃ ‘રસખાન ગોવિંદકો યોં ભજીયે, જૈસે નાગરીકો ચિત્ત…