Shri Harsaniji Sarsvat Award

શ્રી હરસાનીજી સારસ્વત ઍવોર્ડ

શ્રી હરસાનીજી પ. ચે. ટ્રસ્ટ તરફથી શ્રી રમેશભાઈ  પરીખના મનોરથ સ્વરૂપે સંપ્રદાયના સાહિત્યકારો, લેખકો, કવિઓનું યથોચિત યથાશક્તિ સન્માન છેલ્લાં ૯ વર્ષોથી થઈ રહ્યું છે.

વર્ષ દરમ્યાન વૈષ્ણવ પરિવાર અને બાલપુષ્ટિમાં પ્રકાશિત થયેલી ગદ્ય અને પદ્ય કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી. તે કૃતિઓના લેખકો-કવિઓને શ્રી હરસાનીજી સારસ્વત સન્માન ઍવોર્ડ અપાય છે. અને તે દ્વારા તેમની નામસેવાને વંદન કરવામાં આવે છે.

સાહિત્યકારોલેખકોકવિઓ સંપ્રદાયની નામ સેવા દ્વારા વૈષ્ણવોના ભાવનું પોષણ કરે છે. ભક્તિભાવને દ્રઢ કરે છે. પ્રભુના માહાત્મ્યની જાણ કરે છે. સંપ્રદાયના અનુયાયીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. સંપ્રદાયનું માત્ર ક્રિયાત્મક પાસું આજે ગતિશીલ છે ત્યારે વૈચારિક પાસું પણ સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કરે છે. આ સારસ્વતોને પ્રોત્સાહન મળે, તે દ્વારા અન્ય લેખકોને પણ પ્રેરણા મળે તે ભાવનાથી આ ઍવોર્ડ અપાય છે.

સારસ્વતોનું સર્જન પ્રભુ પ્રીત્યર્થે કે નિજાનંદ માટે જ થતું હોય છે. તેમને આવી કોઈ ઍવોર્ડની અપેક્ષા હોતી નથી. છતાં ટ્રસ્ટ તરફથી થઈ રહેલા સન્માનના આ નાનકડા પ્રયાસને સૌએ આવકાર્યો છે. નાનકડી રકમના રોકડ સ્વરૂપમાં અપાતા આ સન્માનને, તેની પાછળની ભાવના સમજીને સૌએ વધાવી લીધો છે. સૌ સારસ્વતોના તે માટે અમે ઋણી છીએ. તેમની નામસેવાને વંદન કરવાની તક આપવા બદલ તેમના આભારી છીએ.