Shri Harsaniji Sanman Award

શ્રી હરસાનીજી સન્માન એવોર્ડ

વૈષ્ણવ પરિવારની શરૂઆતથી જ તેના વર્ષગાંઠ સમારંભો પૂ. પા. ગો. આચાર્યચરણોના અધ્યક્ષસ્થાને ઉજવાતા આવ્યા છે. આવા સમારંભોમાં સંપ્રદાયના વિદ્વાન મહાનુભાવોનું સન્માન થતું.

૨૮-૧૨-૯૭ ના રોજ તલોદ મુકામે વૈષ્ણવ પરિવારની વર્ષગાંઠ અને શ્રી હરસાનીજી પ. ચે. ટ્રસ્ટનો દશાબ્દિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયશ્રીના અધ્યક્ષપદે આયોજિત આ કાર્યક્રમમાં અન્ય કાર્યક્રમોની સાથે વિદ્વત્સન્માન તેમજ કીર્તનકાર સન્માન થયાં. પ. ભ. શ્રી વ્રજરત્નદાસ ચિ. પરીખને મરણોત્તર વિદ્વત્સન્માન અર્પણ થયું, જે તેમના વતી તેમના સુપુત્ર શ્રી પંકજભાઈ પરીખે સ્વીકાર્યું.

આ સમારંભમાં શ્રી રમેશભાઈએ સંપ્રદાયના વિદ્વાનો ઉપરાંત સાહિત્યકારો, કીર્તનકારો, કલાકારો અને પુષ્ટિમાર્ગ માટે કાર્ય કરતા કાર્યકરો અને સંસ્થાઓનું પણ પ્રતિવર્ષ સન્માન થાય તેવું તેમનું સ્વપ્ન રજૂ કર્યું. તેમણે વૈષ્ણવ પરિવારમાં લખ્યું કે સંપ્રદાયની આ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવા માટે મારે પાંચ મનોરથી જોઈએ છે.

આ લખાણના પ્રતિભાવ રૂપે યુ.કે સ્થિત પ. ભ. શ્રી લાલજીભાઈ દાવડાએ તરત જ રૂા. એક લાખ મોકલી આપી એવોર્ડના મનોરથી થવાનું સ્વીકાર્યું. આ રકમના વ્યાજમાંથી પ્રતિવર્ષ એક સાંપ્રદાયિક વિદ્વાનને રૂા. દસહજાર અર્પણ કરી તેમની સેવાઓને વંદન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. શ્રી લાલજીભાઈએ આ એવોર્ડના મનોરથી બનવાની સાથે એવી આશા પણ વ્યક્ત કરી કે શ્રી રમેશભાઈ જેવા ભગવદીયનું સ્વપ્ન સાચું પડે અને બીજા ચાર એવોર્ડ માટે પણ બીજા ચાર મનોરથી તૈયાર થાય.

શ્રી રમેશભાઈએ ખૂબ પ્રસન્નતાથી શ્રી લાલજીભાઈની આ ભાવના અને રકમનો સ્વીકાર કરી બીજા વર્ષે વિદ્વત્સન્માન એવોર્ડ તેમના મનોરથ સ્વરૂપે આપ્યો. બીજા ચાર એવોર્ડ માટે ફરીથી ટહેલ નાખી. પરંતુ તેમનું આ સ્વપ્ન સિદ્ધ થાય તે પહેલાં શ્રી રમેશભાઈ શ્રીજીચરણોને પામ્યા. શ્રી લાલજીભાઈએ શ્રી રમેશભાઈની સ્મૃતિમાં સાહિત્યકાર સન્માન કરવા માટે બીજા એક લાખ રૂા. મોકલ્યા અને બીજા એવોર્ડના મનોરથી પણ તેઓ જ બન્યા. શ્રી હરસાનીજી ટ્રસ્ટે તેમની આ રકમનો સ્વીકાર સાનંદસાભાર કરી મુંબઈના સાહિત્યકાર પ. ભ. શ્રી નંદકિશોર ખંધડિયાને પ્રથમ સાહિત્યકાર સન્માન એવોર્ડ પ્રદાન કર્યો. આમ બંને એવોર્ડના મનોરથી બનવાનું શ્રી લાલજીભાઈ દાવડા અને શ્રીમતી સ્નેહલતાબેન દાવડા પરિવારે પ્રાપ્ત કર્યું.

ત્રીજા વર્ષે કીર્તનકાર સન્માન માટે તેમણે ફરીથી રૂા. એક લાખ મોકલી આપ્યા. હજુ બીજા બે એવોર્ડ બાકી હતા. શ્રી લાલજીભાઈની ઉત્કટ ભાવના હતી કે શ્રી રમેશભાઈનું સ્વપ્ન પૂર્ણ થવું જ જોઈએ. તેથી બાકીના બે એવોર્ડ પણ સાથે સાથે અપાય તો સારું. શ્રીપ્રભુની ઈચ્છા શ્રી લાલજીભાઈ દ્વારા જ રમેશભાઈનો મનોરથ પૂર્ણ કરવાની હશે. તેથી તેમની ભાવનાનો સ્વીકાર કરી કલાકાર સન્માન એવોર્ડ અને સંસ્થા સન્માન એવોર્ડ પણ તેમના જ મનોરથ સ્વરૂપે આપવાનો નિર્ણય લેવાયો. તે માટેની સંપૂર્ણ દ્રવ્યસહાય તેમના તરફથી પ્રાપ્ત થઈ. એ રીતે પ્રભુકૃપાથી વૈ. પ. ના વર્ષગાંઠ સમારંભમાં તા. ૧૮ ફેબ્રુઆરી૨૦૦૧ ના રોજ મુંબઈમાં પ્રેમપુરી અધ્યાત્મકેન્દ્રમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઈન્દિરાબેટીજી મહોદયા અને પૂ. પા. ગો. ૧૦૮ શ્રી નિકુંજલતા બેટીજી મહોદયાના વરદ હસ્તે પ્રથમ વાર પાંચેપાચ એવોર્ડ એનાયત થયા અને શ્રી રમેશભાઈનું સ્વપ્ન ફળીભૂત થયું. ત્યાર પછી દર વર્ષે વર્ષગાંઠ સમારંભમાં પાંચ મહાનુભાવોને આ પાંચ એવોર્ડ પ્રદાન કરી તેમની તેમની સેવાઓને વંદન કરવામાં આવે છે.

શ્રી લાલજીભાઈએ અને તેમના પરિવારે આ બધા જ એવોર્ડના મનોરથી બની શ્રી રમેશભાઈ પ્રત્યેનો પોતાનો અનહદ પ્રેમ અને આદર તો વ્યક્ત કર્યો જ છે, સાથે સાથે સંપ્રદાયમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોના સન્માન દ્વારા સંપ્રદાયના વિકાસ માટેની પોતાની શુભ ભાવના દર્શાવી છે. કોઈપણ ક્ષેત્રમાં સેવાભાવથી કાર્ય કરતી વ્યક્તિની સેવાઓની પણ જ્યારે કદર થાય છે ત્યારે તેમને પ્રોત્સાહન મળે છે, તે બાબત નિર્વિવાદ છે. એ પ્રોત્સાહન દ્વારા બીજાઓને પણ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. તેથી જ તેમની આ શુભ ભાવના અને દ્રવ્યસહાય બંનેનો સ્વીકાર કરી, તેમની સંપ્રદાય માટેની આ ગૌરવપ્રદ સેવા માટે શ્રી હરસાનીજી ગૌરવ એવોર્ડઅર્પણ કરી ટ્રસ્ટ તરફથી તેમને સન્માનિત કરવામાં આવ્યા.

ખૂબ દીનતાપૂર્ણ હૃદયે, વિનમ્ર ભાવથી તેમણે આ એવોર્ડ સ્વીકાર્યો, તે માટે ટ્રસ્ટ તરફથી તેમનો આભાર માનવામાં આવ્યો. તેમની આ પ્રશંસનીય અને અનુકરણીય સેવા માટે તેમને અભિનંદન આપવામાં આવ્યા.

બધી રકમ બેંકમાં ફીક્સ ડિપોઝીટ તરીકે મૂકી તેના વ્યાજમાંથી દર વર્ષે એવોર્ડ પ્રદાન થતા. બેંકનું વ્યાજ ઘટી જતાં શ્રી લાલજીભાઈએ દરેક એવોર્ડ માટે વધારાની રકમ મોકલી આપી. તેમના આ સૌજન્ય માટે શ્રી હરસાનીજી ટ્રસ્ટ સદૈવ તેમનું ઋણી રહેશે.

માત્ર મનોરથી બનીને સંતોષ ન માનતાં, તેઓ બંને જણ દર વર્ષે આ એવોર્ડ સમારંભ માટે ભારત આવે છે અને સમારંભમાં ઉપસ્થિત રહી એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ મહાનુભાવોને અભિનંદન આપે છે તેમજ પૂ. શ્રી આચાર્યચરણોના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તેમની સંપ્રદાય અને સંપ્રદાયના વિશિષ્ટ મહાનુભાવોને સન્માનવાની અને પ્રોત્સાહન આપવાની આ ભાવના જ તેમને સાચા વૈષ્ણવ તરીકે પ્રસ્થાપિત કરે છે. વૈષ્ણવસેવાના સંપ્રદાયના સિદ્ધાંતને ચરિતાર્થ કરે છે.

વૈષ્ણવ પરિવારઅને શ્રી હરસાનીજી ટ્રસ્ટ તરફથી આજ સુધી નીચેના મહાનુભાવેને શ્રી હરસાનીજી સન્માન એવોર્ડ પ્રદાન કરી તેમની સેવાઓને વંદન કરવામાં આવ્યાં છે. ટ્રસ્ટ આ સૌ મહાનુભાવોનો એવોર્ડ સ્વીકારવા બદલ હૃદયપૂર્વક આભાર માને છે.

શ્રી હરસાનીજી વિદ્વત્સન્માન ઍવોર્ડ

વર્ષ
મહાનુભાવ
૧૯૯૧-૯૨ શ્રી ત્રિકમલાલ શાસ્ત્રીજી (મુંબઈ)
૧૯૯૨-૯૩ શ્રી ગિરધરલાલ જ. શાહ (મુંબઈ)
૧૯૯૪-૯૫ શ્રી મધુસૂદનભાઈ શાસ્ત્રીજી (સૂરત)
(ગો.વા.) શ્રી પૂનમચંદભાઈ દોશી (મોડાસા)
(ગો.વા.) શ્રી ચીમનભાઈ વૈદ્ય (મોડાસા)
(ગો.વા.) શ્રી મોહનભાઈ વિ. ગાંધી (મોડાસા)
 
૧૯૯૫-૯૭ -------------------સ્થગિત-------------------
૧૯૯૭-૯૮ શ્રી વિઠ્ઠલદાસ વલ્લભદાસ બાપોદરા (અમદાવાદ)
(ગો.વા.) શ્રી વ્રજરત્નદાસ ચીમનલાલ પરીખ (પાટણ)
૧૯૯૮-૯૯ શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી (અમદાવાદ)
૯૯-૨૦૦૦ શ્રી જિતુભાઈ શાસ્ત્રીજી (મુંબઈ)
૨૦૦૦-૦૧ શ્રી મનહરલાલ પ્રાણલાલ શાસ્ત્રીજી (મથુરા)
૨૦૦૧-૦૨ શ્રી વિપિન હરિહર ચતુર્વેદી શાસ્ત્રી (મથુરા)
૨૦૦૨-૦૩ શ્રી પ્રદ્યુમ્નભાઈ લ. શાસ્ત્રીજી (વડોદરા)
૨૦૦૩-૦૪ શ્રી ઉદયન હ. શુકલ શાસ્ત્રીજી (વડોદરા)
૨૦૦૪-૦૫ શ્રી કે. કા. શાસ્ત્રીજી (અમદાવાદ)
૨૦૦૫-૦૬ શ્રી રાજેન્દ્રભાઈ નાણાવટી (વડોદરા)
૨૦૦૬-૦૭ શ્રી વિષ્ણુજી મોહનજી શાસ્ત્રીજી (મથુરા)
૨૦૦૭-૦૮ શ્રી ભગવત્પ્રસાદ પી. પંડ્યા (વડોદરા)
૨૦૦૮-૦૯ શ્રી વસંતજી શાસ્ત્રીજી (મથુરા)

શ્રી હરસાનીજી સાહિત્યકાર સન્માન ઍવોર્ડ

વર્ષ મહાનુભાવ
 ૯૯-૨૦૦૦ શ્રી નંદકિશોર અં. ખંધડીયા (મુંબઈ)
૨૦૦૦-૦૧ શ્રી બાબુભાઈ પી. નાયક (કડી)
૨૦૦૧-૦૨ શ્રી કાન્તિભાઈ ર. ગાંધી (અમદાવાદ)
૨૦૦૨-૦૩ શ્રી જશવંત મહેતા (મુંબઈ)
૨૦૦૩-૦૪ શ્રી કિરણબેન ન. શાહ (કડી)
૨૦૦૪-૦૫ શ્રી શ્યામદાસ ઉર્ફે સ્ટીફન શેફર્ડ (અમેરિકા)
૨૦૦૫-૦૬ શ્રી જયાબેન શુક્લ (ઇંદોર)
૨૦૦૬-૦૭ શ્રીમતી શાંતાબેન અમીન ઉર્ફે વ્રજલતા’ (અમદાવાદ)
૨૦૦૭-૦૮ શ્રી જયંત જી. ગાંધી ઉર્ફે કુસુમાયુધ’ (જુનાગઢ)
૨૦૦૮-૦૯ શ્રીમતી રેખાબેન ભરતભાઈ રાજપોપટ (સિંગાપુર)

શ્રી હરસાનીજી કીર્તનકાર સન્માન ઍવોર્ડ
 

વર્ષ મહાનુભાવ
૨૦૦૦-૦૧ શ્રી મુરારીલાલજી ચતુર્વેદી (મુંબઈ)
૨૦૦૧-૦૨ શ્રી ભગવતીપ્રસાદ શર્માજી (મુંબઈ)
૨૦૦૨-૦૩ શ્રી મધુસૂદન ખંભોળજા (ગોધરા)
૨૦૦૩-૦૪ શ્રી વ્રજકિશોરજી શર્મા (મુંબઈ)
૨૦૦૪-૦૫ શ્રી જમુનાપ્રસાદજી શર્મા (મુંબઈ)
૨૦૦૫-૦૬ શ્રી ગિરિશભાઈ જે. કારિયા (મુંબઈ)
૨૦૦૬-૦૭ શ્રી ધીરજલાલ લાલજીભાઈ વેકરીયા (નાગવદર)
૨૦૦૭-૦૮ શ્રી ભગવતીપ્રસાદ ડી. ગાંધર્વ (વડોદરા)
૨૦૦૮-0૯ શ્રીમતી ઉર્મિલાબેન વોરા (મુંબઈ)
 

શ્રી હરસાનીજી કલાકાર સન્માન એવોર્ડ

વર્ષ મહાનુભાવ
૨૦૦૦-૦૧ શ્રી ગોવિંદ શંકરલાલ નાગદા (નાથદ્વારા)
૨૦૦૧-૦૨ શ્રી ગોવિંદભાઈ કે. સેજાણી (ધાવાગીર)
૨૦૦૨-૦૩ શ્રી શ્યામસુંદર પુરોહિત અને શ્રીમતી વિમલાબેન ભાટિયા (જોધપુર)
૨૦૦૩-૦૪ શ્રી સરોજબેન એસ. પરીખ (મુંબઈ)
૨૦૦૪-૦૫ શ્રી નવનીતભાઈ સી. શાહ (ન્યૂજર્સી-અમેરિકા)
૨૦૦૫-૦૬ શ્રી બંસીભાઈ ચિત્રકાર (વડોદરા)
૨૦૦૬-૦૭ શ્રીમતી રજનીબેન આર. મેસવાની (મુંબઈ)
૨૦૦૭-૦૮ શ્રી ગોવિંદભાઈ વી. વાછાણી (ખડિયા)
૨૦૦૮-૦૯ શ્રી ધીરેન્દ્રભાઈ વ્રજલાલ શાહ (મુંબઈ)

શ્રી હરસાનીજી કાર્યકર / સંસ્થા સન્માન ઍવોર્ડ

 

વર્ષ મહાનુભાવ
૨૦૦૦-૦૧ અષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠ (અમદાવાદ)
૨૦૦૧-૦૨ શ્રી ગોકુલેશ યાત્રા સંઘ (વડોદરા)
૨૦૦૨-૦૩ શ્રી જયેન્દ્રભાઈ સોની (મુંબઈ)
૨૦૦૩-૦૪ આં. પુ. વૈ. પરિષદ, ગુજરાત પ્રદેશ
અધ્યક્ષ શ્રી ઈન્દ્રકાંતભાઈ ત્રિકમલાલ પરીખ (અમદાવાદ)
૨૦૦૪-૦૫ શ્રી હેમંતભાઈ મણિલાલ શાહ (વડોદરા)
૨૦૦૫-૦૬ શ્રી મનસુખભાઈ માવજીભાઈ સોની (રાજકોટ)
૨૦૦૬-૦૭ શ્રી સુરેશભાઈ કોટેચા (લંડન, યુ.કે.)
૨૦૦૭-૦૮ શ્રી પ્રમોદભાઈ આર. અમીન (અમેરિકા)
૨૦૦૮-૦૯ શ્રી કનૈયાલાલ એચ. ખવાણી (સુરત)

શ્રી હરસાનીજી ગૌરવ ઍવોર્ડ

 

વર્ષ મહાનુભાવ
૨૦૦૦-૦૧ શ્રી લાલજીભાઈ દાવડા (લંડન, યુ. કે.)
૨૦૦૨-૦૩ શ્રીમતી કુસુમબેન અરુજીસ અને શ્રીમતી બકુલાબેન પટેલ (મુંબઈ)
૨૦૦૬-૦૭ શ્રી જગમોહનભાઈ પૂનમચંદ દોશી (મોડાસા)